Scientists advise - To reduce weight, Drink milk daily

દૂધમાંના કેલ્શિયમ ઉપરાંત વિટામીન-ડી વજન ઘટાડવામાં ઉપયોગી ઃ રોજ બે ગ્લાસનો ક્વૉટા જરૃરીવોશિંગ્ટન, તા. ૪ નિયમિત દૂધ પીવાથી વજન ઘટે છે એવું તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું. અમેરિકન જર્નલ ઓફ ક્લીનીકલ ન્યુટ્રીશિયનમાં પ્રગટ થયેલા રિપોર્ટ મુજબ વજન ઘટાડવાના બે વર્ષના કાર્યક્રમમાં દૂધ પીનારા લોકો દૂધ નહીં પીનારા લોકોની તુલનાએ વધુ વજન ઘટાડી શક્યા હત ઇઝરાયેલની બૅન-ગુરિયન યુનિવર્સિટી ઓફ નેગેવમાં વિજ્ઞાાની દેનિત શાહાયની આગેવાની હેઠળના સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે રોજ બે ગ્લાસ દૂધ પીને વિટામિન ડી મેળવતા લોકોએ દૂધ નહીં પીનારા કે પ્રમાણમાં દૂધ ઓછું પીનારા લોકોની તુલનાએ છ મહિનામાં ઘણું વજન ઘટાડયું હતું. દૂધથી ભરપુર વિટામિન-ડી મળે છે. દૂધ પીનારા લોકોએ સરેરાશ છ કિલો જેટલું વજન ઘટાડયું હતું. ૪૦ થઈ ૬૫ વરસના વયજૂથના ૩૦૦ સ્ત્રી-પુરૃષોએ આ સંશોધનમાં ભાગ લીધો હતો. લૉ-ફેટ (ઓછી ચરબીવાળા) મેડિટેરેનિયન અથવા લૉ-કાર્બ ડાયેટ આધારિત આ સંશોધન બે વરસ ચાલ્યું હતું. ડાયેટ ગમે તે હોય, સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે રોજ નિયમિત ૫૮૦ મિલિગ્રામ કે બે ગ્લાસ જેટલું દૂધ પીને દુગ્ધ પેદાશોનું મહત્તમ કેલ્શિયમ મેળવનારા લોકોએ બે વરસના અંતે છ કિલો જેટલું વજન ઘટાડયું હતું. તેમની તુલનાએ રોજ સરેરાશ ૧૫૦ મિલિગ્રામ કે અડધો ગ્લાસ દૂધ પીનારા લોકો માંડ સાડા ત્રણ કિલો વજન ઘટાડી શક્યા હતા. વિજ્ઞાાનીઓએ એમ પણ શોધી કાઢ્યું હતું કે કેલ્શિયમની સાથોસાથ વિટામીન ડીનું લેવલ પણ સ્વતંત્રપણે વજન ઘટાડવામાં સહાયરૃપ બને છે. અગાઉના સંશોધનને સમર્થન સાંપડયું હતું કે દૂધ અને દૂધની પેદાશોમાંથી મળતું ભરપૂર વિટામીન ડી વજન ઘટાડવામાં મદદ કરે છે. સૂચિત આરોગ્યલક્ષી લાભ મળતો રહેવા છતાં ઘણા અમેરિકનોને ફૅટ ફ્રી કે લૉ ફૅટ ચાર ગ્લાસ દૂધમાંથી મળે એટલું ૪૦૦ ઇન્ટરનેશનલ યુનિટ જેટલું વિટામીન ડી મળતું નથી.
Source : "Gujarat Samachar" 05 July 2011

Cat Name : ,