સુરતના ૩૨ સાંઢ બનશે વિશ્વમાં શ્વેતક્રાંતિના જનક
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દેશ વિદેશમાં આ સાંઢનું વીર્ય મોકલીને ૩ કરોડ બેનમૂન બચ્ચાં પેદા કરાવશે ' સુમુલ ડેરીએ બે વર્ષથી શરૂ કરેલી મહેનત રંગ લાવીઆખા વિશ્વમાંથી ફક્ત સુરતના જ સાંઢ પસંદ કરાયા સુરત જિલ્લાનાં ગામડાંઓમાં એવા ૩૨ સાંઢ તૈયાર થયા છે જે જેનેટિક રીતે શ્રેષ્ઠ છે. તેમના વીર્યનો ઉપયોગ કરીને દેશ-વિદેશમાં ૩ કરોડ શ્રેષ્ઠ વંશ પેદા થાય તે માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા સમગ્ર દેશમાં સુમુલ ડેરીના સાંઢ પર પસંદગી ઉતારાઈ છે. પાંચ ટકાની લોન પર દૂધાળાં ઢોરોની ખરીદી કરી શકાશે સુરતમાં પ્રતિ દિન બે લાખ લિટર દૂધની અછત છે. તેને પૂરી કરવા માટે સુમુલ ડેરી દ્વારા ફરી પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. ગૌ પાલકોની સંખ્યા ઓછી થતી જાય છે. તેની સામે દૂધની જરૂરિયાત વધતી જાય છે. આ માટે હાલમાં જે પશુપાલકો છે, તેઓ વધારે ને વધારે ગાય-ભેંસ ખરીદે તે માટે તેમને પાંચ ટકાના દરે લોન આપવાની શરૂઆત કરવામાં આવી છે. બાકીના ચાર ટકાની લોસ સુમુલ ડેરી પોતે ભોગવી રહી છે. એનડીડીબીની પ્રોજેક્ટની ટેસ્ટિંગ યોજના દ્વારા મહુવા, વ્યારા, સોનગઢ, ઓલપાડ અને માંડવી તાલુકામાં વધુ દૂધ આપતાં પશુઓનું 'એલાઇટ હેર્ડ'(પ્રતિ દિન ૨૦ લિટરથી વધુ) તૈયાર કરાયું છે. આવા પશુઓમાં 'નોમિનેટેડ મેટિંગ' (સીધું સંવનન) અથવા 'પ્રુવન ફ્રોઝન સીમેન ડોઝ' (થીજાવેલા વીર્યના ડોઝ)થી ગાભણ કરી વધુ દૂધ આપતાં પશુઓ પેદા કરાઈ રહ્યાં છે. તેમાંથી એનડીડીબીએ ૩૨ નર રાષ્ટ્રીય કક્ષાના સંવર્ધન કેન્દ્ર માટે પસંદ કર્યા છે. એનડીડીબી સંચાલિત સાબરમતી આશ્રમ, બીડજ ખાતે 'ફ્રીઝ કરેલા વીર્યના નમૂના'ના ડોઝ તૈયાર કરાશે. દેશના અગ્રીમ કેન્દ્રોમાં વાંસકુઈનો સમાવેશ કુદરતી સંવર્ધન માટે તથા દૂધનાં ઉચ્ચતમ ગુણો ધરાવતા સાંઢ ઉછેરવાના હેતુથી મહુવા તાલુકાના વાંસકુઈ ગામે કુદરતી સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. વાંસકુઈ કેન્દ્રએ ૧૧૦ સાંઢ શહેરની દૂધ મંડળીઓને નિ:શુલ્ક આપ્યા છે. આ દૂધ મંડળીઓ શ્રેષ્ઠ અને રોગ રહિત ઓલાદ પેદા કરી શકે તે માટે સુમુલ ડેરી દ્વારા નિ: શુલ્ક સાંઢ વિતરિત કરાઈ રહ્યાં છે. ફ્રોઝન વીર્યથી ૩ કરોડ નસ્લ પેદા કરી શકાય સમગ્ર જીવન દરમિયાન સાંઢ સંવનન કરીને ૨૦૦ જેટલા વાછરડા પેદા કરી શકે છે. તેની સામે ફ્રોઝન વીર્યથી એક સાંઢમાંથી ત્રણ કરોડ ઓલાદો પેદા કરી શકાય છે. સુમુલના પસંદ કરાયેલા ૩૨ સાંઢ તેમના જીવનકાળ દરમિયાન કુલ ૩ કરોડ નસ્લ પેદા કરી શકશે. આ ઓલાદો શ્રેષ્ઠ આનુવંશિક ગુણ ધરાવતી હશે. ડૉ. પી.આર.પાંડે, સીઇઓ, સુમુલ ડેરી |
Source : "Divya Bhaskar" 02 September 2011 |
Cat Name : Cattle Care,