શિયાળામાં… સ્વાસ્થ્યની સંભાળ સુમુલ થી સારી કોણ રાખે
Cat Name : Curd Benefits, News,
Cat Name : News,
Cat Name : News,
For the patients of Cardiac problems & Health conscious people, UHT DIET + milk having 0.5% fat & 8.07% SNF is being launched by the Sumul in electer packing & very good response received from the customer. In addition, for travelling people “Sumul Health plus' milk is being launched having 3.0% & 8.5% SNF which also gets good response from the customer. During the year, “Jome Flavoured Milk” (200 ml) also being started in UHT/ECLECSTER packing also gets a good response.
Cat Name : News,
Cat Name : News,
Cat Name : News,
Most Innovative Enterprise Project in Inclusive IT More details
Cat Name : News,
દૂધને પ્રકૃતિ દ્વારા પર્દાન કરવામાં આવેલા સોથી પોષક દૂધ માનવામાં આવે છે. દૂધ ઘણા ગુણોથી ભરપૂર છે. આ માટે મોટાભાગના જાડાપણાથી પરેશાન લોકો કે વધારે સ્લીમ થવાનું ઈચ્છો છો તો દૂધનું સેવન ઓછું કરે છે. પણ આ ખબર વાંચીને પછી આવા લોકોનો વિચાર બદલી જશે. દૂધ સ્વાસ્થ્ય માટે વધારે જ ફાયદાકારક છે, આ તો સાંભળ્યું હતું કે દૂધ પીવાથી વજન ઘટી શકે છે. આ આશ્ચર્યજનક છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રીશનમાં આ સંબંધમાં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવેલા છે. આ રિપોર્ટ અનુસાર જાડાપણાને ઘટાડવાના સંબંધમાં કરવામાં આવેલા સંશોધન અનુસાર રોજના દૂધનું સેવન કરનારા દૂધથી દૂર રહેનારની તુલનામાં જાડાપણું ઓછું કરવામાં વધારે સફળ હોય છે. શોધકર્તાઓએ મેળ્યું કે જે વ્યક્તિઓએ રોજના બે ગ્લાસ દૂધના ગ્લાસનું સેવન કર્યું, તેણે થોડાક જ મહીનામાં વિટામિન ડીની વધારે માત્રા મળી. તે બે વર્ષમાં જ છ કિલો વજન ઓછું કરવામાં કામયાબ થયા.
Source : “Divya Bhaskar” 13 April 2012
Cat Name : Milk Benefits,
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દેશ વિદેશમાં આ સાંઢનું વીર્ય મોકલીને ૩ કરોડ બેનમૂન બચ્ચાં પેદા કરાવશે ' સુમુલ ડેરીએ બે વર્ષથી શરૂ કરેલી મહેનત રંગ લાવીઆખા વિશ્વમાંથી ફક્ત સુરતના જ સાંઢ પસંદ કરાયા સુરત જિલ્લાનાં ગામડાંઓમાં એવા ૩૨ સાંઢ તૈયાર થયા છે જે જેનેટિક રીતે શ્રેષ્ઠ છે. તેમના વીર્યનો ઉપયોગ કરીને દેશ-વિદેશમાં ૩ કરોડ શ્રેષ્ઠ વંશ પેદા થાય તે માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા સમગ્ર દેશમાં સુમુલ ડેરીના સાંઢ પર પસંદગી ઉતારાઈ છે. પાંચ ટકાની લોન પર દૂધાળાં ઢોરોની ખરીદી કરી શકાશે સુરતમાં પ્રતિ દિન બે લાખ લિટર દૂધની અછત છે. તેને પૂરી કરવા માટે સુમુલ ડેરી દ્વારા ફરી પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. ગૌ પાલકોની સંખ્યા ઓછી થતી જાય છે. તેની સામે દૂધની જરૂરિયાત વધતી જાય છે. આ માટે હાલમાં જે પશુપાલકો છે, તેઓ વધારે ને વધારે ગાય-ભેંસ ખરીદે તે માટે તેમને પાંચ ટકાના દરે લોન આપવાની શરૂઆત કરવામાં આવી છે. બાકીના ચાર ટકાની લોસ સુમુલ ડેરી પોતે ભોગવી રહી છે. એનડીડીબીની પ્રોજેક્ટની ટેસ્ટિંગ યોજના દ્વારા મહુવા, વ્યારા, સોનગઢ, ઓલપાડ અને માંડવી તાલુકામાં વધુ દૂધ આપતાં પશુઓનું 'એલાઇટ હેર્ડ'(પ્રતિ દિન ૨૦ લિટરથી વધુ) તૈયાર કરાયું છે. આવા પશુઓમાં 'નોમિનેટેડ મેટિંગ' (સીધું સંવનન) અથવા 'પ્રુવન ફ્રોઝન સીમેન ડોઝ' (થીજાવેલા વીર્યના ડોઝ)થી ગાભણ કરી વધુ દૂધ આપતાં પશુઓ પેદા કરાઈ રહ્યાં છે. તેમાંથી એનડીડીબીએ ૩૨ નર રાષ્ટ્રીય કક્ષાના સંવર્ધન કેન્દ્ર માટે પસંદ કર્યા છે. એનડીડીબી સંચાલિત સાબરમતી આશ્રમ, બીડજ ખાતે 'ફ્રીઝ કરેલા વીર્યના નમૂના'ના ડોઝ તૈયાર કરાશે. દેશના અગ્રીમ કેન્દ્રોમાં વાંસકુઈનો સમાવેશ કુદરતી સંવર્ધન માટે તથા દૂધનાં ઉચ્ચતમ ગુણો ધરાવતા સાંઢ ઉછેરવાના હેતુથી મહુવા તાલુકાના વાંસકુઈ ગામે કુદરતી સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. વાંસકુઈ કેન્દ્રએ ૧૧૦ સાંઢ શહેરની દૂધ મંડળીઓને નિ:શુલ્ક આપ્યા છે. આ દૂધ મંડળીઓ શ્રેષ્ઠ અને રોગ રહિત ઓલાદ પેદા કરી શકે તે માટે સુમુલ ડેરી દ્વારા નિ: શુલ્ક સાંઢ વિતરિત કરાઈ રહ્યાં છે. ફ્રોઝન વીર્યથી ૩ કરોડ નસ્લ પેદા કરી શકાય સમગ્ર જીવન દરમિયાન સાંઢ સંવનન કરીને ૨૦૦ જેટલા વાછરડા પેદા કરી શકે છે. તેની સામે ફ્રોઝન વીર્યથી એક સાંઢમાંથી ત્રણ કરોડ ઓલાદો પેદા કરી શકાય છે. સુમુલના પસંદ કરાયેલા ૩૨ સાંઢ તેમના જીવનકાળ દરમિયાન કુલ ૩ કરોડ નસ્લ પેદા કરી શકશે. આ ઓલાદો શ્રેષ્ઠ આનુવંશિક ગુણ ધરાવતી હશે. ડૉ. પી.આર.પાંડે, સીઇઓ, સુમુલ ડેરી |
Source : "Divya Bhaskar" 02 September 2011 |
Cat Name : Cattle Care,
દૂધમાંના કેલ્શિયમ ઉપરાંત વિટામીન-ડી વજન ઘટાડવામાં ઉપયોગી ઃ રોજ બે ગ્લાસનો ક્વૉટા જરૃરીવોશિંગ્ટન, તા. ૪ નિયમિત દૂધ પીવાથી વજન ઘટે છે એવું તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું. અમેરિકન જર્નલ ઓફ ક્લીનીકલ ન્યુટ્રીશિયનમાં પ્રગટ થયેલા રિપોર્ટ મુજબ વજન ઘટાડવાના બે વર્ષના કાર્યક્રમમાં દૂધ પીનારા લોકો દૂધ નહીં પીનારા લોકોની તુલનાએ વધુ વજન ઘટાડી શક્યા હત ઇઝરાયેલની બૅન-ગુરિયન યુનિવર્સિટી ઓફ નેગેવમાં વિજ્ઞાાની દેનિત શાહાયની આગેવાની હેઠળના સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે રોજ બે ગ્લાસ દૂધ પીને વિટામિન ડી મેળવતા લોકોએ દૂધ નહીં પીનારા કે પ્રમાણમાં દૂધ ઓછું પીનારા લોકોની તુલનાએ છ મહિનામાં ઘણું વજન ઘટાડયું હતું. દૂધથી ભરપુર વિટામિન-ડી મળે છે. દૂધ પીનારા લોકોએ સરેરાશ છ કિલો જેટલું વજન ઘટાડયું હતું. ૪૦ થઈ ૬૫ વરસના વયજૂથના ૩૦૦ સ્ત્રી-પુરૃષોએ આ સંશોધનમાં ભાગ લીધો હતો. લૉ-ફેટ (ઓછી ચરબીવાળા) મેડિટેરેનિયન અથવા લૉ-કાર્બ ડાયેટ આધારિત આ સંશોધન બે વરસ ચાલ્યું હતું. ડાયેટ ગમે તે હોય, સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે રોજ નિયમિત ૫૮૦ મિલિગ્રામ કે બે ગ્લાસ જેટલું દૂધ પીને દુગ્ધ પેદાશોનું મહત્તમ કેલ્શિયમ મેળવનારા લોકોએ બે વરસના અંતે છ કિલો જેટલું વજન ઘટાડયું હતું. તેમની તુલનાએ રોજ સરેરાશ ૧૫૦ મિલિગ્રામ કે અડધો ગ્લાસ દૂધ પીનારા લોકો માંડ સાડા ત્રણ કિલો વજન ઘટાડી શક્યા હતા. વિજ્ઞાાનીઓએ એમ પણ શોધી કાઢ્યું હતું કે કેલ્શિયમની સાથોસાથ વિટામીન ડીનું લેવલ પણ સ્વતંત્રપણે વજન ઘટાડવામાં સહાયરૃપ બને છે. અગાઉના સંશોધનને સમર્થન સાંપડયું હતું કે દૂધ અને દૂધની પેદાશોમાંથી મળતું ભરપૂર વિટામીન ડી વજન ઘટાડવામાં મદદ કરે છે. સૂચિત આરોગ્યલક્ષી લાભ મળતો રહેવા છતાં ઘણા અમેરિકનોને ફૅટ ફ્રી કે લૉ ફૅટ ચાર ગ્લાસ દૂધમાંથી મળે એટલું ૪૦૦ ઇન્ટરનેશનલ યુનિટ જેટલું વિટામીન ડી મળતું નથી. |
Source : "Gujarat Samachar" 05 July 2011 |
Cat Name :